જિલ્લા શિક્ષણાધિકારી
ખેડા.
Deo. Kheda-default

મુખ્ય પાનું

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો સંદેશ

આજે જયારે આપસૌ ‘સ્વર્ણિમ ગુજરાત’ની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણા સૌના સહકારથી ખેડા જિ લ્લાની તમામ શાળાઓની વેબસાઈટ પૂર્ણતાના આરે છે. આપણી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીનો વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરરાઈઝડ કરેલ છે. આપણા તાબામાં આવતી તમામ શાળાઓનો પગાર હાલ કોમ્પ્યુટરથી જ થાય છે. જયારે આપણે આપણા નજીકના ભવિષ્યમાં વેબસાઈટ ઓપરેટ કરીશું ત્યારે તમામ શાળાઓની શૈક્ષણિક, બિનશૈક્ષણિક, ઈન્ફ્રા સ્ટ્રકચર અંગેની સંપૂર્ણ વિગતો આપણે વેબસાઈટ પર મૂ કી શકીશું. આપણા માટે ગૌરવની વાત એ છે કે આજે આપણી ૧૮૨ શાળાઓમાં હા થ ધરેલ પ્રોજેકટ હેઠળ કોમ્પ્યુટર અને L.C.D.ટી,વી. આપેલ છે. બાકીનાને આપવાની કાર્યવાહી ગતિમ ય છે.

શૈક્ષણિક સજ્જતા માટે વિષયોનું થતું પ્રસારણ આજે ગામડાનો વિદ્યાર્થી શાળાના ટી.વી. પર શૈક્ષણિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ જોઈ શકે છે. તેનાથી શૈક્ષણિક ગુણવત્તા અને સમગ્ર શાળાનું પરિણામ ઉંચે લાવ વામાં સહાયરૂપ થશે.

છેલ્લે તમામ આચાર્યમિત્રોને વેબસાઈટ ઝડપથી ઓપરેટ થાય અને શાળાની માહિતી મૂકાઈ જાય તેમાં વિલંબ ન થાય તે જોવું પડશે. આપણા સૌના સહકારથી આપણે આ ભગીરથ કાર્ય પાર પાડીશું અને મા.મુખ્ય મંત્રીના ગોલને ગોલ્ડનગોલ બનાવી સ્વર્ણિમ ગુજરાતની ઉજવ ણીમાં   સહભાગી બની એ.

શ્રી એમ.એસ.આચાર્ય
જિલ્લા શિક્ષણાધિકારી ખેડા.